નોર્થ ઇસ્ટ પ્રવાસ દિવસ 3.સવારે આંખ ઉઘડી ત્યાં પડદા પાછળથી પણ ગુલાબી કિરણો આવતાં હતાં. ઊંડો શ્વાસ લીધો. હવા એકદમ તાજી, નાવીન્ય ભરી. મેં બારી પાસે જઈ પડદો હટાવી ઉગતો લાલ ચટક સૂર્ય જોયો. ઘડિયાળ જોઈ. અરે! 5.22 સવારે. 30.10 ના જ. બ્રશ કરી બ્લ્યુબેરી રિસોર્ટના સુંદર પુષ્પાચ્છાદિત આંગણામાં કાળા પોલિશની નેતરની ચેર અને હિંચકા પર બેઠો. ચાલવા નીકળ્યો. પેલી 1898માં બનેલી હોટેલ પાઈનવુડથી ઢાળ ઉતરી કાલે અંધારું થતાં સરખું જોવું રહી ગયેલ વૉર્ડસ લેક પાછળ જ હતું તેમાં. સુંદર શાંત તળાવ, તેમાં તરતા હંસ, એકદમ ભૂરું આકાશ, વચ્ચે સફેદ પેઇન્ટ કરેલો કમાન આકારનો પુલ, રંગબેરંગી વનસ્પતિ અને વૉકવે પર ચાલતાં