બેરંગ - 1

(52)
  • 4.5k
  • 2
  • 1.6k

ભાગ - ૧ પૂનમ ની મધરાતે એ ખુલ્લા વાળ ને સફેદ સાડી માં સજ્જ ગામ ના પાદરે પહોંચી. વિખરાયેલા વાળ જે એની કમર સુધી પહોંચતા હતા એ આ માદક પવન ની લહેરો માં લીલાં નવા ઉગી નીકળેલાં છોડ ની જેમ લહેરાઈ રહ્યાં હતાં. પગ માં એને કોઈ પગરખાં નહોતાં પહેર્યાં, એટલે માટી માં પગ ખૂંપી ને જ્યારે આગળ વધવા માટે ફરી ઉઠતાં ત્યારે ધૂળ ની નાની અમથી ડમરી એ સ્થાને ઊડતી હતી. આંખો સ્થિર હતી ને સામે કોઈ વસ્તું પર સ્થિર હોય એમ પ્રતીત થતું હતું. ચહેરા પર એક અજીબોગરીબ ગંભીરતા વર્તાય રહી