ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 - 20

(150)
  • 5.4k
  • 6
  • 3k

ઑપરેશન ચક્રવ્યૂહ સિઝન-1 ભાગ:-20 રૉ હેડક્વાર્ટર, દિલ્હી અર્જુન સાથે વેણુની થયેલી વાતચીત પછી તો આઈટી ઓફિસમાં ભારે હલચલ થઈ ગઈ. શેખાવત પણ વેણુ દ્વારા અર્જુને જણાવેલી માહિતી વિશે સાંભળી રૉ હેડક્વાર્ટરની નજીક આવેલા પોતાના ઘરેથી ઓફિસ આવી પહોંચ્યા હતાં. "વેણુ, શું માહિતી મળી છે?" શેખાવતે આવતાવેંત જ વેણુને સવાલ કર્યો. "સર, આપણે જે આર.એસ એન્ટરપ્રાઈઝનું એકાઉન્ટ દુબઈ કોમર્શિયલ બેંકમાં ખોલાવ્યું હતું એમાં કલાક પહેલા પંચોત્તેર લાખ દિરહામ ટ્રાન્સફર થયાં છે." વેણુએ જવાબ આપતા કહ્યું. "જે એકાઉન્ટમાંથી આ રકમ ટ્રાન્સફર થઈ છે એ એકાઉન્ટ હોંગકોંગની હેંગ સેંગ બેંકનું છે." "ગુડ, તો હવે આગળ." "સર, અમે આ એકાઉન્ટને ઍક્સેસ કરવાની કોશિશ કરી