કૉરોના ડૉટ કૉમ - પ્રકરણ - 10

  • 3k
  • 904

'આ સમયે દરવાજા પર તાળું ?''આવું તો કદી બન્યું નહીં...?' 'તો આજે એવું તો શું થયું કે...? ''ક્યાંક અવિ તો.. ?'ના ના અવિ ને કાંઈ નહીં થાય... એક સાથે અનેક સવાલો નૈના ના મનને ઘેરી વળ્યા. પહેલેથી નૈના ચિંતિત તો હતી જ... ઘરે તાળું જોઈ એની ચિંતા બમણી થઇ ગઈ. શું કરવું કશું સમજાયું નહીં. અવિને ફોન કર્યો પણ એનો ફોન લાગ્યો નહીં. બાજુમાં જઈને પૂછ્યું પણ ત્યાં પણ ક્યાં ગયા એ કોઈને ખબર નહોતી. ફરી ઘરે આવી. ઓટલા પર થાંભલાને અઢેલીને બેઠી. મનમાં વિચાર્યું' ઘરની એક ચાવી તો મારી પાસે પણ પડી હતી કાશ હું લઈને જ આવત