બીજે દિવસે સવારે, "મીરા એ મીરા.. જાગ.. જો અહીં કોણ છે તે..." મિહિર મીરાને જગાડતાં બોલ્યો. "શું છે તારે સવાર સવારમાં.." કહીને આંખો ચોળતી ચોળતી તે ઊભી થઈ. સામે જોયું તો મિહિર ઊભો હતો. મિહિરે મોબાઇલ સ્ક્રીન મીરા તરફ રાખી. મીરાને તેની મમ્મીનો ચહેરો દેખાયો. ઘડીકવાર તો તે કઈ બોલી શકી નહીં. બે વર્ષ પછી પોતાની મા ને જોઈ નહોતી. બે વર્ષથી એકવાર પણ તેની સાથે વાત કરી નહોતી. અને આજે.. આજે તે મીરાની સામે હતા. બંને દીકરીના જવાથી તેને કેટલી પીડા થઈ હશે તે મીરા જોઈ શકતી હતી. આંખ નીચે કાળા કુંડાળા થઈ ગયાં હતાં. કેટલીય રાતો રડી રડીને