હોઠ મલકે તો રોજનું સાલમુબારક !

  • 2.6k
  • 2
  • 742

હોઠ મલકે તો રોજનું સાલમુબારક ! ખોટી ખાખણી તો રાખવી જ નહિ કે, અપના હાથ જગન્નનાથ..! જેના બંને હાથ નથી હોતા, એના પણ નસીબ હોય દાદૂ..! ફાવેલો તે ડાહ્યો..! ફાવેલાને રોજની દિવાળી, ને નહિ ફાવેલાને ફેરફુદરડી..! તેણે સુરસુરિયા સળગાવીને જ દિવાળી કાઢવાની. તકલીફ તો કનૈયાને પણ પડેલી, નસીબમાં નહિ છતાં, એને પણ રાધા ગમેલી..! એટલે પોતાની પીઠ પોતેજ થાબડીને શ્વસવાનું ને જોરથી બોલવાનું ‘હેપ્પી દિવાલી દોસ્ત..!’ ફળની એક દુકાને બોર્ડ લગાવેલું કે, “તમે કરમ કરતા જાવ, ફળની ચિંતા નહિ કરો. ફળ તો હું આપીશ..!” નવું વર્ષ બેસે કે ઉભું થાય, ટેન્શન નહિ લેવાનું. શુભેચ્છાના આવેલાં સંદેશા વાંચતા જાવ,