બાણશૈયા - 12

  • 2.2k
  • 968

પ્રકરણઃ ૧૨ ટેકા વિનાની ભીતરની ભીંત જીવનની આસ્વાદની પળો પૂનમના ચંદ્ર જેવી સોહામણી હતી. મેં જીવનભર સૌદર્યને ચાહ્યું હતું. કુદરતે દરેક સ્ત્રીને સોળ શૃંગાર કરી સજી-ધજીને મ્હાલવાની દસ્તાવેજી પરવાનગી આપી જ હોય છે. સોળ શૃંગાર થકી પોતાની જાતને અભિવ્યક્ત કરવાની મહેચ્છા અને જીજીવિષા કુદરતે દરેક સ્ત્રીમાં ઠસોઠસ ભરી જ હોય છે. ખુદ પ્રકૃતિ પણ સ્ત્રી છે એ પણ સજીધજીને વસંતનાં વધામણા કરતી હોય છે. મારી જન્મકુંડળીમાં શુક્ર બળવાન હોવાથી સ્વભાવગત હું પરફેકશનવાળી. મને લઘર-વઘર ડ્રેસિંગ ફાવે નહીં. કપાળની બિંદીથી લઈ હેરક્લચર અને હેરપિનથી લઈ ચંપલ સુધી મને મેચીંગ જ ગમે અને હોવું જ જોઈએ એવો આગ્રહ પણ. થીમથી લઈ મટીરીયલ