બાણશૈયા - 11

  • 2.9k
  • 994

પ્રકરણ : ૧૧ મિત્રોની મહેંક કહે છે ઈશ્વર એક બારી બંધ કરે ત્યાં બીજી બારી ખોલે છે. મને પણ એનો સાક્ષાત અનુભવ થયો. મારું જીવન છિન્નભિન્ન થઈ ગયું હતું મારો શ્વાસ પણ ઉછીનો હતો. મારું આખું શરીર એક્સ્ટર્નલ ફિક્સેટર, વેન્ટીલેટર અને જાત-જાતનાં મેડિકલ ઉપકરણો પર નભતું હતું. મારી આ પીડાદાયક અને વેદનામય પરિસ્થિતિમાં વિવિધ મિત્રોને ઈશ્વર મારા સથવારા માટે મોકલતો હતો. મારા હાથ, પગ, ફેફસાં, આંતરડા બધું જ છિન્નભિન્ન હતું પણ મારા મિત્રોની ફોજ અડીખમ હતી. અસહ્ય પીડા, દશ મહિના સુધી પડખું પણ ફરી શકવાની ક્ષમતા નહીં. ચટ્ટોપાટ જીવતી લાશની જેમ પડી રહેવાનું આખો દિવસ ડોક્ટર્સ, ડ્રેસિંગ, ફિઝિયોથેરાપી, વિવિધ ટ્રીટમેન્ટમાં