પ્રકરણઃ ૩ સંભવામિ સમયે સમયે આમ તો, આ અગાઉ પણ નાની-મોટી સામાન્ય કહી શકાય એવી ૧૩ સર્જરીસ થઈ ચૂકી હતી. પરંતુ, છેલ્લા દશ મહિનામાં ખૂબ ગંભીર, ગૂંચવાડાભરી ડોકટર્સટીમનાં દાંત ખાટાં કરી નાખનાર મલ્ટીપલ્સ સોળ સર્જરીસ થઈ. ફક્ત દશ જ મહિનામાં આટ-આટલી પીડા, વેદના, વિટબણાંઓ જીરવતાં કોણ શીખવી ગયું!? જયારે વેન્ટીલેટર પણ જવાબ આપી રહ્યું હતું એવા એક નહિં, બે નહિં, ત્રણ-ત્રણ વખત મારાં ફેફસામાં ફૂંક કોણ ભરી ગયું!? કર્ણપટલ પર મૃત્યુની ઘંટડી વાગી રહી હતી ત્યારે સુમુધુર વાંસળી કોણ વગાડી ગયું!? મારી અધૂરી રહી ગયેલ વાર્તાના છેડાને બીજો છેડો બાંધી કોણ લંબાવી ગયું!? બંને પગોમાં એક્સટર્નલ ફિક્સેટર્સ હાડકામાં અંદર સુધી