ગુલામ – 2

(80)
  • 5.4k
  • 5
  • 2.9k

ગુલામ ભાગ – 2 લેખક – મેર મેહુલ ( પ્રતાપગઢનાં રીવાજો) પપ્પાનો ફોન આવ્યો એટલે અભય મરણીયો થઈને ઉભો થયો. ખભા ઝુકાવી નિસ્તેજ અને ઉતરેલા મોઢે એ મોટરસાઇકલ તરફ આગળ વધ્યો. રોડની બાજુમાં ભુપતભાઇની હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પડી હતી. સ્પ્લેન્ડરનાં હાલ પણ અભય જેવાં જ હતાં. આગળનું ટાયર મુંડાઈ ગયું હતું, ટાયર ઉપરનો પંખો તૂટી ગયો હતો. હેડલાઈટની સ્વીચ ખરાબ થઈ ગઈ હતી એટલે વાયરને કાપીને લાઈટો શરૂ કરી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટરસાયકલ ચાવી વિના જ શરૂ થઈ જતી હતી. મોટરસાયકલના6 મોરામાં તિરાડ પડી ગઈ હતી. પેટ્રોલની ટાંકીનું ઉપલું ઢાંકણ નહોતું, ગિયર બદલાવાનું પગું પણ