બાણશૈયા - 1

  • 4.7k
  • 1.9k

બાણશૈયા અર્પણ: મારી અંદર બેઠેલ ઈશ્વરને કેફિયત: બાણશૈયા - એક સંવેદનકથા. આ કથામાં આલેખાયેલ સંવેદના મારી પોતીકી છે. એમાં સંવેદનાની એરણ પર જીંદગીનો એક મુખ્ય તબક્કો જીવ્યાની વાત છે. અહીં વાત ભીંતરમાં બેઠેલ ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધેયની છે. વાત સબૂરીની છે. સરળ અને સહજ રીતે પાણીની સપાટીએ સરરર વહેતી જીંદગી જ્યારે કોઈ અણધારી અને અકલ્પનીય ઓથાર નીચે ગૂંગળાય છે ત્યારે માનવી કેવો લાચાર અને વામળો પુરવાર થાય છે એ વાત છે. શુભત્વનો રંગ કંકુવર્ણ લાલ હોય, લાગણીત્વનો રંગ લીલો હોય, પ્રેમત્વનો રંગ ગુલાબી, અંધકારનો રંગ કાળો હોય. પણ, અહીં વાત છે મારી વેદના અને પીડાની. તો, વેદના અને પીડાનો રંગ કયો