મધુરજની - 19

(106)
  • 6.4k
  • 4
  • 3.5k

મધુરજની ગિરીશ ભટ્ટ પ્રકરણ-૧૯ મેધે રજેરજ વાત જે ઘટી હતી, કેટી શાહને કહી હતી. પહેલી નજરે આ વ્યક્તિ સાવ સામાન્ય લાગી હતી, પરંતુ થોડી વાતચીત કર્યા પછી તેણે કે ટીનો પ્રભાવ જાણ્યો હતો. કદમાં વામન હતા કે ટી. શરીર સપ્રમાણ બાંધાનું હતું. વાતો કરવાની આગવી રીત હતી. તે સાવ સહજ રીતે સામી વ્યક્તિને બોલતી કરી શકતા હતા. તેમની નિખાલસ દૃષ્ટિ પ્રથમ મિલને જ પ્રભાવ પાડી દેતી હતી. અને પછીનું કાર્ય સરળ બની જતું હતું. અને આ- કોયડા ઉકેલવાનો તો તેમનો શોખ હતો, વ્યવસાય નહીં. વહેવારમાં મહાત્મા ગાંધીને અનુસરતા હતા- ચુસ્ત રીતે. અને એની સજાઓ પણ ભોગવી હતી, ભોગવતા પણ હતા.