પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૫ : ભરતભાઈનો વટ પડ્યો ! કૂતરા પાછળ ટ્રેક્ટરની દોટાદોટ દોડ સફળ થયા પછી બે કલાકે- જયામાસીની હવેલીના પેલા જ રસોડામાં- ભરતકુમાર ભૂખ્યા વરુની જેમ પોતાના મોંમાં ભોજન ઠાંસી રહ્યા હતા. કેપ્ટન બહાદુર, લેફ્ટેનન્ટ શિવરામ, કમળા, રામ અને મીરાં આ ભૂખાળવા ભાઈસાહેબને ફાટી આંખે તાકી રહ્યાં હતાં, પણ ભરતને તો ઊંચું જોવાનીય ફુરસદ ક્યાં હતી ? એ તો કમળાને કહ્યા જ કરતો હતો, “લાવ, હજુ લાવ, બહુ ભૂખ લાગી છે !” અને ભોજન ઝાપટ્યે રાખતો હતો. હા, ટેબલ નીચે બેઠેલા લાલુને વારંવાર નાનાં-મોટાં બટકાં ફેંકતો રહેતો હતો ! આખરે શિવરામથી ના રહેવાયું. “અલ્યા,