ઔકાત – 27 લેખક – મેર મેહુલ કેશવ અને મીરા શિવગંજની શિવ ટેકરીનાં પગથિયે બેઠા હતા. બંને વચ્ચે પ્રેમાલાપ થઈ રહ્યો હતો. “રૂપ અને રૂપિયો તો સમયનું મહોતાજ છે, આજે કમાયેલી ઈજ્જત મરતી વેળા સુધી સાથે રહેશે” કેશવે કહ્યું. “બસ હવે, મારે આ ડાયલોગબાજીમાં નથી પડવું” મીરાએ કેશવનાં ખભે માથું રાખ્યું, “મારે મારો કેશવ જોઈએ છે, ફિલોસોફર નહિ” કેશવ હળવું હસ્યો, મીરાનાં માથે હાથ રાખી તેને મસ્તક પર ચુંબન કર્યું અને કહ્યું, “હું એ જ છું મેડમ” કેશવે હળવું હસીને કહ્યું. થોડી ક્ષણો માટે મીરા કેશવનાં ખભા પર માથું રાખીને બેસી રહી. કેશવે પણ સમજીને મૌન રહેવાનું