ઔકાત – 26

(125)
  • 6.1k
  • 8
  • 3.4k

ઔકાત – 26 લેખક – મેર મેહુલ “તું પણ કોલેજ નથી ગયો ?” મીરાએ ફોનમાં કહ્યું. સામે કેશવ હતો. કેશવે ‘ના’ માં જવાબ આપ્યો એટલે મીરાએ ઉદાસ થતા કહ્યું, “શ્વેતાને ગયાને આજે અઠવાડિયું થઈ ગયું પણ હજી હું એ વાતને સ્વીકારી નથી શકતી. હમણાં જ શ્વેતા દોડીને આવશે અને મને ગળે વળગી પડશે એવો ભાસ થાય છે. કોલેજ જવાનું પણ મન નથી થતું. ત્યાં પણ શ્વેતાનો ચહેરો મારી નજર સામે આવે છે” “મારી હાલત પણ તમારાં જેવી જ છે, રોજ સવારે મેડમને કોલેજ લઈ જવા માટે હું હવેલીએ જતો, તેઓનાં ગયા પછી પણ સવારે હવેલીએ જવાનો જ વિચાર આવે પણ