ઔકાત – 16

(97)
  • 5k
  • 5
  • 3.5k

ઔકાત – 16 લેખક – મેર મેહુલ શિવગંજની આજની સાંજ કંઈક જુદી જ હતી. ઢળતો સૂરજ આજે જુદા જ મૂડમાં હતો, આસમાન રાતું-પીળું થઈ ગયું હતું. તેની વચ્ચે રહેલાં વાદળો પણ પોતાનાં રંગો બદલી રહ્યાં હતાં. ઢળતા સૂરજની એક એક ક્ષણ ખુશનુમા અને નયનપ્રિય હતી. આ સાંજ બે વ્યક્તિ માટે મહત્વથી અતિ મહત્વની હતી. એક મીરા અને બીજી શ્વેતા. શ્વેતાએ પોતાનાં જન્મદિવસનાં દિવસે જ કેશવને પ્રપોઝ કરીને પોતાનો બનાવી લેવાનું નક્કી કરી લીધું હતું. આ વાત બે દિવસ પહેલા શ્વેતાએ મીરાને કહી હતી. એટલે જ મીરાએ આડકતરી રીતે કેશવનાં મનની વાત જાણવાની કોશિશ કરી હતી. કેશવે જ્યારે