ઔકાત – 15

(102)
  • 5.7k
  • 4
  • 3.6k

ઔકાત – 15 લેખક – મેર મેહુલ શ્વેતાનો જન્મદિવસ, બાવીશ વર્ષ પહેલાં આ જ દિવસે શિવગંજનાં ત્રણ હિસ્સા થયાં હતાં. બળવંતરાય, શશીકાંત અને બદરુદ્દીનની બેઇમાનીનાં પરિણામે મોહનલાલનું સામ્રાજ્ય ખતમ થયું હતું અને નવા યુગની શરૂઆત થઈ હતી. એ જ દિવસે યોગાનુયોગ શ્વેતાનો જન્મ થયો હતો. શ્વેતાનો જન્મ થયો અને શિવગંજ બળવંતરાયનાં હાથમાં આવ્યું એટલે બળવંતરાય માટે શ્વેતા લક્ષ્મી બનીને આવી એમ વિચારી તેણે શ્વેતાનાં જન્મદિવસને ઉત્સવ બનાવી દીધો હતો. બળવંતરાય આ દિવસે ગરીબોમાં દાન કરતા, શિવગંજમાં ક્યાં શું નવું બનશે તેની જાહેરાત કરતાં અને સૌથી મહત્વની વાત, ઘણાં એવા ગુન્હેગારોને માફ પણ કરી દેતાં. આ દિવસે ત્રણેય મિત્રો