અંગત ડાયરી - ઈંતજાર

  • 4k
  • 1
  • 1.5k

અંગત ડાયરી ============શીર્ષક : ઈંતજાર લેખક : કમલેશ જોષીઓલ ઈઝ વેલલખ્યા તારીખ :૨૯, નવેમ્બર ૨૦૨૦, રવિવારઆપણી આસપાસ અનેક પ્રકારના લોકો હોય છે. અમુક લોકો ઈશ્વર, ગીતા, રામાયણ, વેદો, ઉપનિષદો અંગે જ વાતો કરતા હોય છે. તો અમુક લોકો અમિતાભ, સલમાન, કંગના, શાહરૂખની જ વાતો કરતા હોય છે. અમુકની ચર્ચા ઘૂઘરા, ગાંઠિયા, કાજુ બટર મસાલા અને ડ્રેગન પોટેટોની આસપાસ ફર્યા કરે છે, તો અમુક લોકો મોદી, શાહ, રાહુલ, મમતા અને ટ્રમ્પના ભવિષ્યની ચિંતા કરતા હોય છે. અમુક લોકો ઢીશુમ-ઢીશુમ, મારા-મારી અને કાપા-કાપીની વાતો કરતા હોય છે અને અમુક લોકો મલ્હાર, ભૈરવી, ભૂપાલી, માલકૌંસ અને સારેગમપધનીસામાં ડૂબેલા હોય છે. અમુકને જીન્સ, ટીશર્ટ, શુઝ, સૅન્ટ,