"હું કંઈ જાણતો નથી. છોકરી એકવાર મને પસંદ આવી ગઈ એટલે ફાઈનલ. તારે એ જ છોકરી સાથે લગ્ન કરવા પડશે." સુનિલભાઈ કડક અવાજમાં કહેતા હતા."પણ પપ્પા મારી વાત તો સાંભળો.""બસ મારે કશું જ સાંભળવું નથી. પરમ દિવસે એ છોકરી એના ઘરવાળા સાથે આવે છે તો તારે એમને મળવાનું છે. હવે મને આ વાત પર કોઈ ચર્ચા જોઈએ નઈ." સુનિલભાઈ પોતાની વાત કહીને જતા રહે છે."મમ્મી તું તો પપ્પાને સમજાવ. પપ્પા આજે કેમ આવું કરે છે? દરવખતે તો તેઓ અમારી પૂરી વાત સાંભળ્યા પછી જ કોઈ નિર્ણય લે છે અને આજે કેમ આવું કર્યું?" આયાન દુઃખી ભર્યા અવાજે કહે છે."બસ હવે