મધદરિયે - 26

(16)
  • 2.5k
  • 928

આગળના ભાગમાં આપે જોયું કે સૂરજ ચંકીની ગેંગમાં સામેલ થાય છે,સાથે જ તે 'સ્થા'એવું બોર્ડ વાંચે છે.. આ તરફ બ્રિજેશભાઈ સાથે પરિમલ કપડાનો નવો બિઝનેસ શરૂ કરે છે.. આ તરફ અવનીને કોઈ કિડનેપ કરી લે છે.. હવે આગળ.. સુગંધાએ જોયું તો એ સૂરજનો ફોન હતો..પરિમલે ફોન ઉપાડ્યો.. "આપના કહ્યા મુજબ હું ચંકીની ગેંગમાં સામેલ થઈ ગયો છું..અહીં એક પળ પણ રહી શકાય એમ નથી..મને તો એમ થાય છે કે આ બધાને અહીં જ પૂરા કરી નાખું.આ ચંકીતો માણસના નામ પર કલંક છે. એને આસાનીથી પકડી શકાય એમ નથી.."સૂરજે કહ્યું.. સામેથી રડવાનો અવાજ આવતા સૂરજ થોડો ચિંતિત થયો.. સુગંધાએ ફોન લઈને