સોએ સો ટકા પ્રામાણિક હોય એવી વ્યક્તિ જગતમાં ભાગ્યે જ જડે. આવામાં, આજના દિવસે આપણે મહિલાઓએ શાંતિપૂર્વક એ વિચારવું રહ્યું કે ઓનેસ્ટ બનવું સ્ત્રીઓ માટે થોડું વધારે અઘરું શા માટે છે? કોઇ જૂઠું બોલે ત્યારે મને સૌથી વધારે ગુસ્સો આવે છે… ખોટું કરનાર માણસથી મને સૌથી વધારે નફરત છે… હું બધું જ ચલાવી લઉ, પરંતુ ચીટિંગ તો હરગિઝ નહીં… આવું કહેનાર અનેક સ્ત્રીઓ આપણી આજુબાજુ છે. નિખાલસતા, પારર્દિશતા અને પ્રમાણિકતા સામી વ્યક્તિ અપનાવે ત્યારે એ ખૂબ વહાલી લાગે. પરંતુ ખુદને અપનાવવાની આવે ત્યારે મોતિયા મરી જાય. સ્ત્રીઓ કોઇ ચોક્કસ હેતુ, ખુદનો બચાવ, અન્યનો બચાવ, ઝઘડો ટાળવો કે બદલો લેવો