અધૂરાં પ્રેમની અનોખી દાસ્તાન-૧૮ સુજાતા રાત્રે સાડાબાર વાગ્યે રીસોર્ટની બહાર સ્વિમિંગ પૂલ પાસે બેઠી બેઠી આદિત્યના આવવાની રાહ જોઈ રહી હતી. થોડીવારમાં જ આદિત્ય આવ્યો, ને સુજાતાની પાસે બેસી ગયો. "બોલ, આટલી રાતે શું એવું જરૂરી કામ હતું?" સુજાતા આદિત્ય સામે એક અલગ જ નજરે જોઈ રહી. આદિત્ય તરત જ સમજી ગયો કે, સુજાતા આજે તેનાં દિલમાં રહેલો બધો દર્દ અને ખુશી તેની સામે ઠાલવવાની છે. આદિત્ય થોડીવાર ચૂપ જ રહ્યો. "આપણી જીંદગી પણ કેવી કમાલની છે. ક્યારે શું થાય? કાંઈ કહી નાં શકાય. એક સમય એ હતો, જ્યારે મને ખબર પડી કે, હું જેને પપ્પા માનું છું, એ મારાં