" સમર્પણ " પ્રકરણ-11 આપણે પ્રકરણ-10 માં જોયું કે નીમાની કૂખે દિકરો તો જન્મ્યો પણ તે મૃત્યુ પામ્યો, આ સમાચાર નમ્રતાને મળતાં નમ્રતાને ખૂબજ દુઃખ થયું અને તે વિચારવા લાગી કે આટલા બધા વર્ષો પછી પણ નીમાભાભીનો ખોળો ખાલી જ રહી ગયો. આ વાતની ખબર જ્યારે નીમાભાભીને થશે ત્યારે તે આ સદમો બરદાસ્ત નહિ કરી શકે અને તેનું શું પરિણામ આવશે તેની કલ્પના કરી શકાય તેમ નથી...!! અને તે જ ક્ષણે તેને વિચાર આવ્યો કે મારી કૂખે બે બાળકો અવતર્યા છે તેમાંથી હું એક બાળક નીમાભાભીના ખોળામાં મૂકી દઉં તો...!! અને તેણે આમ કરવા નિર્ણય પણ કરી લીધો પછી તેણે