પવનચક્કીનો ભેદ (કિશોર સાહસકથા, ૧૯૮૨) પ્રકરણ – ૧૪ : ઘૂમતાંઘૂમતાં કૂતરો જડ્યો કેપ્ટન બહાદુરે મીરાં અને રામને પણ થોડેક સુધી ટ્રેક્ટરની પાછળ બેસાડી લીધાં. ટ્રેક્ટરની ખડખડપંચમ ચાલથી ઊછળતાં પણ બંને ભાઈ-બેન ભરતના જ વિચાર કરી રહ્યાં હતાં. ગઈ કાલ બપોરથી ગુમ થઈ ગયેલો ભરત ક્યાં હશે ? શું કરતો હશે ? એને કશું થઈ તો નહિ ગયું હોય ને ? મીરાંએ બહાદુરને પૂછ્યું, “બહાદુર, તમે લોકોએ ભરતને ખોળવાનાં ઠેકાણાંઓમાં જૂની પવનચક્કીને પણ ગણી છે ને ?” એ સાંભળતાં જ ફરી એક વાર બહાદુરનાં ભવાં સંકોચાઈ ગયાં અને એના ગાલ લાલ થઈ ગયા. એણે ડોકું ધુણાવીને કહ્યું, “ના બેન ! ભરત