પરદાદાની આરામ ખુરશી

(16)
  • 5.7k
  • 956

"મમ્મી જુના ફર્નિચર વાળો બાર વાગે આવવાનો છે. જે બધું કાઢી નાખવાનું છે, એ ખાલી કરી રાખ્યું છે ને?""હાં સાહિલ બેટા, બધું તૈયાર છે. નવા સોફા સેટનો ઓર્ડર આપ્યો હતો, એનું શું થયું?""એ કાલે આવી જશે. તે પહેલાં આજે આ બધો ઘસ્યો કાઢી નાખીએ, જેથી ઘરની સફાઈ થઈ જાય અને નવા સોફા સેટ માટે જગ્યા પણ થઈ જાય."મા દીકરાની વાતચીત સાંભળીને મારી હાલત ખરાબ થઈ ગઈ, કારણ કે ઘરમાં સૌથી જૂનું ફર્નિચર તો હું જ છું; પરદાદાની આરામ ખુરશી! લગભગ પચાસ વર્ષ પહેલાં મારુ આ ઘરમાં આગમન થયું હતું. રામજીના જન્મ દિવસ પર સાહિલના દાદા એ મને રામજીને, એટલે એના