ભાગ-6: મિત્રતાની શરૂઆત દેવ સાંજે કેફેમાં પહોંચ્યો. તે પોતાનું કામ કરી રહ્યો હતો. એટલામાં તેને ઇશીતાને કેફેની અંદર આવતા જોઈ. તે આવી અને બાજુમાં જ્યાં સ્ટેન્ડ અપ અને બીજા શો માટેની જગ્યા હતી ત્યાં ટેબલ ઉપર જઈને બેસી ગઈ. તેણે પોતાની ડાયરી કાઢી અને સાથે પોતાનું ગિટાર કાઢ્યું. પોતાનું ગિટાર સેટ કર્યું અને તે પ્રેક્ટિસ કરવા લાગી. અચાનક દેવને યાદ આવ્યું કે તે જ્યારે જોબ માટે અહીં આવ્યો હતો ત્યારે જ એને જોઈ હતી, જે ગિટાર લઈને બેસી હતી. હવે તેને સમજાયું કે ઇશીતાનો ચહેરો તેને કેમ જાણીતો લાગતો હતો. દેવ તેની પાસે ગયો. ઇશીતા પોતાની ધૂનમાં જ હતી. "વુડ