શ્રાપિત ખજાનો - 13

(35)
  • 5.8k
  • 2
  • 3.4k

ચેપ્ટર - 13 "હાં.. છેલ્લા કેટલાક સમયથી વિજયના પિતાજી પ્રોફેસર આદિત્ય નારાયણના પ્રોજેક્ટ્સ ની ફંન્ડિગ પુરી પાડતા હતા." રેશ્માએ કહ્યું. વિક્રમને આ સાંભળીને ખુશ આશ્ચર્ય થયું, "વિજયના પિતાજી? ભલા એ શું કામ પ્રોફેસર નારાયણની રિસર્ચમાં પૈસા લગાવવા લાગ્યા? એમનો તો કંઇક ટાઇલ્સનો કે એવો કંઇક બિઝનેસ છે ને?" "ટાઇલ્સનો નહીં વિક્રમ, એમનો ફર્નિચરનો બિઝનેસ છે. 'મહેરા ફર્નિચર્સ.' એમના ફર્નિચરના મોટા શો રૂમો છે. અને એ પણ અલગ અલગ શહેરોમાં. બિચારા ધનંજય અંકલ.. જ્યારે એમને ખબર પડશે કે એમનો એકનો એક પુત્ર રાજસ્થાનમાં રણમાં આવેલી એક સદીઓ જુની કબરમાં ફસાઇને મૃત્યુ પામ્યો છે ત્યારે એમની શું દશા થશે?"