અમાસનો અંધકાર - 18

  • 4.3k
  • 1
  • 1.6k

વીરસંગની જાન શ્યામલીના આંગણે આવી ઊભી રહે છે. ભવ્ય સ્વાગત અને ઝાઝેરા માનપાન મેળવી જાનૈયા ખુશખુશાલ થાય છે. શ્યામલી પણ વરમાળા લઈને વીરસંગ સામે ઊભી રહે છે. હવે આગળ.... વીરસંગ એના પ્રેમાળ નયને શ્યામલીને નિહાળે છે અને ખોવાઈ જાય છે એની સંગે સપનાની દુનિયામાં..જાણે ફૂલોના બગીચામાં 'કામદેવ' જેવો પોતે દેવતા અને એની સામે 'રતિ' જેવી શ્યામલી ઊભી હોય તો કોઈ બંધન હોતા જ નથી. એ શ્યામલીના સૌંદર્યને આંખોથી પીવે છે અને એના મનના તરંગો શ્યામલી માટે વહે છે... પાયલ પહેરી પધારે પારેવડી પળ પળ પ્રેમ પ્રસરાવતી... પલકે પખાળે, પ્રેમે પુજે પારકે પાલવડે પ્રિતને.. છમછમ છબીલી છોકરડી છોગાળાથી છેતરાણી છણકો