સાપસીડી.. - 2

(16)
  • 5.4k
  • 1
  • 2.2k

પ્રતિક હવે બરોબર મુંજાયો હતો... મિત્રો ગોવા ફરવા જવાની હઠ લઈને બેઠા હતા.. જવાનું એને પણ મન તો હતુજ ...કારણ દરિયાની મસ્તી ને મિત્રો બધું ક્યારેક જ મળતું હોય છે. બીજી તરફ તેના બોસ એટલેકે જે મિત્રની કમ્પનીમાં કામ કરી રહ્યો હતો તેમણે કોઈ બિજનેસ ડીલ માટે દુબઈ જવું હતું. મોજ બને બાજુ હતી. એકવાર હતું ગોવા તો ફરી ક્યારેક થશે ચાલો પહેલા દુબઈની મોજ અને ધંધો પતાવી લઈએ. એમ તો દુબઈ જવું અને બિજનેસ ડીલ કરવી એટલે પાર્ટીમાં બે ત્રણ જણાને ધ્યાને તો મુક્વુજ પડે. જો કે ડીલ તો પાર્ટીના જ સંપર્કો થી કરવાનું હતું .ભલેને વાયા મીડિયા હોય.