રાજકારણની રાણી - ૨૫

(67)
  • 7.4k
  • 1
  • 3.9k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૫ જતિનના ફોન પછી જનાર્દન અપસેટ થઇ ગયો હતો. પોતાની ચિંતા કોઇ કળી ના જાય એ માટે તેણે ઘણો પ્રયત્ન કરવો પડ્યો. તેની સ્થિતિ સમજી ગયેલી હિમાનીએ ઇશારાથી એને 'શું થયું?" એમ પૂછ્યું ત્યારે તેણે આંખો ઢાળી 'પછી વાત' નો ઇશારો કર્યો. જનાર્દનને થયું કે જતિનની આ વાત સુજાતાબેનને કરવી કે નહીં? જતિન રાજકારણમાં પાછો ફરવા માગે છે. મતલબ કે તે સુજાતાબેન સામે પડવાનો છે. તે બદલો લેવા ગમે તે કરી શકે છે. જતિન બદનામ થવાને કારણે ભૂગર્ભમાં ઉતરી ગયો હોવાનું માની આગળ વધતા સુજાતાબેન માટે અંતરાય ઊભો કરી શકે છે. જતિનની