વુલ્ફ ડાયરીઝ - 48

(32)
  • 2.9k
  • 4
  • 1.2k

“મને અહી કેમ પકડીને રાખી છે?” ગુસ્સામાં કિમએ તેનાથી મોઢું ફેરવતા કહ્યું. “તારું નામ શું છે બેટા?” કિમની પાસે જઈને રોહનએ શાંતિથી પૂછ્યું. “હું કેમ એ માણસને મારું નામ કહું જેને મને બાંધી રાખી છે?” તેની સામે જોયા વગર જ કિમએ કહ્યું. “એના હાથ ખોલી દે.” કરન સામે જોઇને રોહનએ હુકમ કર્યો. “પણ બોસ એ..” કરન દલીલ કરવા જઈ રહ્યો હતો પણ રોહનએ પોતાની લાલ આંખો બતાવી એટલે કરન આગળ કઈ બોલી શક્યો નહી. કિમના હાથ ખોલીને રોહન તેને બહાર બીજા એક મોટા રૂમમાં લઈને આવ્યો. જેમાં અજવાળું હતું. અને તે સજાવેલો પણ હતો. “તું થાકી ગઈ હોઈશ. આરામ કર.”