વુલ્ફ ડાયરીઝ - 46

(36)
  • 3k
  • 2
  • 1.2k

બધા ત્યાંથી સેમના ઘરે ભેગા થયાં. બધા જ ખુબ ચિંતામાં હતા. આગળ હવે શું કરવું તેની તૈયારી ચાલી રહી હતી. “શું વિચારે છે?” સેમને ક્યારની ચુપ બેઠેલી જોઇને જેકએ પૂછ્યું. “મને ખબર નહિ કેમ પણ એવું લાગે છે કે મમ્મી પપ્પા આપણાથી કંઇક છુપાવી રહ્યા છે.” વિચારોમાંથી બહાર આવતા સેમએ કહ્યું. “મને પણ એવું જ લાગી રહ્યું છે. એમણે આપણને બધી જ વાત પહેલાથી કહી. પણ છેલ્લે જે મુખ્ય લડાઈ થઇ અને જેનાથી બધા અલગ થયા એ જ એમને પૂરી નથી જણાવી.” રોમીએ કહ્યું. “હા. અને તેમણે મને મારી શક્તિઓ વાપરવાની ના પાડી. આવું તેમણે પહેલા તો ક્યારેય નથી કહ્યું.”