વુલ્ફ ડાયરીઝ - 44

(27)
  • 3.6k
  • 4
  • 1.4k

“આ ને શું થયું છે?” કેન્ટીનમાં ક્યારની ચુપ બેઠેલી પંછીને જોઇને અક્ષયએ કહ્યું. “શું ખબર? ક્લાસમાં પણ ચુપ જ હતી. ક્રિસ પણ દેખાયો નથી આજે સવારથી.” પ્રિયાએ આજુબાજુ નજર ફેરવતા કહ્યું. “આ આવી ગયો.” ક્રિસને આવતા જોઈ રાહુલએ કહ્યું. “ક્રિસ.. ક્યાં હતો? હું સવારની તારી રાહ જોઉં છું.” ચિંતામાં પંછીએ કહ્યું. “મને કઈ સમજાતું નહોતું કે હવે આગળ શું કરવું. એટલે એકલો બેઠો હતો થોડી વાર.” બધા સાથે બેસતા ક્રિસએ કહ્યું. “શું વાત છે દોસ્તો?” સેમએ કહ્યું. “અમારા બંનેના ઘરે આમારા લગ્નની વાત ચાલે છે. એ લોકો મારી અને પંછીની સગાઇ કરવાનું વિચારી રહ્યા છે.” ચિંતામાં ક્રિસએ પ્રિયા સામે જોયું.