વુલ્ફ ડાયરીઝ - 39

(26)
  • 2.3k
  • 2
  • 1.3k

“વુલ્ફ ક્યારથી માણસો માટે રડવા લાગ્યા?” પ્રિયાને રડતા જોઈ અક્ષયએ કહ્યું. અક્ષયના અવાજથી પ્રિયા ભૂતકાળના વિચારોમાંથી બહાર આવી. “એવું કઈ નથી હું તો બસ..” પ્રિયા કહી રહી હતી. “મને ખબર છે. તને ક્રિસ પસંદ છે.” હસીને અક્ષયએ કહ્યું. “માત્ર પસંદ હોવાથી પ્રેમ સફળ નથી થઇ જતો. હું વુલ્ફ છું. હું કઈ રીતે એની પસંદ બની શકું?” દુઃખી થતા પ્રિયાએ કહ્યું. “ક્યારેક આપણે સામે વાળા તરફથી નિર્ણય કરી લેતા હોઈએ છીએ. આપણે એમને એક મોકો તો આપવો જ જોઈએ ને?” અક્ષયએ પ્રિયા પાસે બેસતા કહ્યું. “આ તું કહી રહ્યો છે? જે હંમેશા પંછીથી દુર ભાગે છે એ?” પ્રિયાએ કહ્યું. “હા. તને