ક્રિસને માથા પર હાથમાં બધે જ પાટા બાંધ્યા હતા. આંખ નીચે પણ તેને વાગ્યું હતું. તે ભાનમાં આવી ગયો હતો. ક્રિસની આવી હાલત જોઈ પ્રિયાના પગ ધીમા પડી ગયા. તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ક્રિસ પાસે જઈને પ્રિયાએ તેના માથા પર હાથ ફેરવ્યો. “તું ઠીક..” બોલતા પ્રિયાના ગાળામાં ડૂમો બાઝી ગયો. ક્રિસે હાથ લંબાવી પ્રિયાના આંસુ લૂછ્યા. પ્રિયા રડતા રડતા તેને વળગી ગઈ. “હવે હું ઠીક છું.” પ્રિયાના માથામાં હાથ ફેરવતા ક્રિસએ કહ્યું. “કેવો છે મારા વાઘ?” રૂમમાં આવતા રાહુલે કહ્યું. પ્રિયા અને ક્રિસ એકબીજાથી અલગ થયાં. “દાદી? દાદીને કેવું છે?” ક્રિસને અચાનક યાદ આવતા તેને પૂછ્યું. પ્રિયા, રાહુલ, સેમ