“પંછી.. હું ક્યારનો ઉભો છું અહી હવે જલ્દી ચાલ. આપણે કોલેજના પહેલા દિવસ જ મોડા પહોચીશું.” પંછીના ઘરની બહાર બાઈક લઈને ઉભેલા ક્રિસએ ઘડિયાળમાં જોઇને બુમ પડી. “બસ. આવી ગઈ ક્રિસ. આમને આમ હું એક દિવસ બધી જગ્યાએ મોડા પહોચવાનો રેકોર્ડ બનાવી દઈશ. હું જાઉં.” કહીને પંછી તેના મમ્મી પપ્પાને પગે લાગીને ક્રિસની પાછળ બાઈક પર બેઠી. ઊંચા વૃક્ષોવાળા બરફથી ઢંકાયેલા રસ્તાઓમાં લોકો સ્વેટર અને ટોપીઓ પહેરીને રસ્તાઓ પર જોવા મળી રહ્યા હતાં. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સુરજના અજવાળા સાથે આ માદક ઠંડી આખા શહેરને ગુલાબી બનાવી રહી હતી. જાણે કે બરફની તળેટીઓની વચ્ચે જ બનાવવામાં આવી હોય તેવી