તેને વાદળી શર્ટ અને કાળું જીન્સ પહેર્યું હતું. તેના ચહેરા પરથી જરાય નહોતું લાગતું કે તે બે બાળકોની મા હશે. તે પોતાના સમયમાં વધારે સુંદર હશે તેવું શ્લોક અને રોમીએ અનુમાન લગાવ્યું. “બહુ જલ્દી આવી ગયા.” નીચે રહેલા સ્ટોર રૂમમાંથી તેમના પિતાએ બહાર આવતા કહ્યું. તેમની ઉમર પણ વધુ નહોતી લાગી રહી. તેમના વાળ કાળા હતા અને ખભા સુધીના હતા, જેને તેમણે પોનીમાં બાધ્યા હતા. તેમની આંખો બિલકુલ સેમ અને જેક જેવી હતી. બંને બાળકો પિતા જેવા જ લાગતા હતા. “બેસો.” એક બીજી સ્ત્રીએ આવતા કહ્યું. તેને પણ સફેદ શર્ટ અને જીન્સ પહેર્યું હતું. તે કિમની મમ્મી હતી. “શ્લોક..” શ્લોક