વુલ્ફ ડાયરીઝ - 19

(29)
  • 3k
  • 4
  • 1.5k

“શું? એને કેન્ટીનમાં.. કઈ રીતે..? કિમ સેમને રોક યાર.” ગભરાતા ઈવએ કહ્યું. “તું એની ચિંતા ના કરીશ. ચલ આપણે કેન્ટીનમાં જઈએ. સેમ આવી જશે.” કિમ ઈવને ખેચીને લઇ ગઈ. “સેમ હજુ સુધી કેમ નથી આવી? ચાલને આપણે તેને જોવા માટે જઈએ.” કેન્ટીનમાં બેઠેલી ઈવએ ચિંતા કરતા કહ્યું. “ચુપ ચાપ બેસ. સેમ આવી જશે.” કિમએ મોઢાં પર આંગળી મુકતા કહ્યું. “અમે આવી ગયા.” પાછળથી આવીને સેમએ કહ્યું. “સેમ તું પણ ક્યાં... શું..? જેક..?” ઈવ પાછળ ફરી બોલવા ગઈ, પણ સેમ જોડે જેકને જોયો ત્યારે એનું મોઢું ખુલ્લું રહી ગયું. “જેક આ ઈવ છે. મારી રૂમમેટ.” ઓળખાણ કરાવતા સેમએ કહ્યું. “હેલ્લો ઈવ.”