વુલ્ફ ડાયરીઝ - 18

(32)
  • 2.8k
  • 3
  • 1.5k

સમય : થોડાં વર્ષો પહેલા સ્થળ : આર્મી બેસ કેમ્પ “હેય.. અહી બહાર કેમ ઉભો છે?” જેકનો ખભો પકડતા રેયનએ પૂછ્યું. “મારી બેન આવવાની છે આજે. એ આમ તો લંડનમાં એક બોર્ડીંગ સ્કુલમાં ભણી હતી. પણ ત્યાંથી સિલેક્ટ થઈને અહી આવે છે.” ખુશ થતા જેકએ કહ્યું. “ઓકે. હું જઉં ડીપાર્ટમેન્ટમાં. મળીએ પછી.” કહી રેયન ત્યાંથી નીકળી ગયો. “જેક..” દોડતી આવીને સેમ જેકને ગળે લાગી. “કેમ છે મારી રાજકુમારી?” જેક જાણે પોતાની દીકરીને મળી રહ્યો હોય તેવું એને લાગી રહ્યું હતું. “હું ઠીક છું. કિમ કેમ દેખાતી નથી?” આજુબાજુ નજર કરતા સેમએ કહ્યું. “શેતાન કા નામ લિયા ઔર શેતાન હાજીર..” પાછળથી