સંબંધ (Part 9)

(20)
  • 3.2k
  • 4
  • 1.3k

કવિતાએ મનપસંદ કલા હસ્તગત કરીને પોતાની જાતને સંભાળી લીધી હતી. ઉદાસ ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ હતી. શરીર અને મન બંને સ્વસ્થ રહેતાં હતાં. જિંદગી પહેલાં કરતાં વધારે સારી લાગવા માડી હતી. એક સવારે ચા પીતાં પીતાં આકાશ બોલ્યો, "કવિતા , રોજ સવારે તું આ ભજન વગાડે છે. એ ઘણું સારું કરે છે. ચિત્ત થોડુંક આધ્યાત્મ રહે છે, તો મન એકદમ હળવું બની જાય છે.""મને પણ રોજ સવારે ભજન સાંભળીને ખૂબ જ સારું લાગે છે. અજબ પ્રકારની માનસિક શાંતિ મળે છે.""કેટલાં વાગ્યા છે?""સાડા આઠ.""હું નીકળું છું હવે, નવ વાગ્યે મારી એક ક્લાયન્ટ સાથે મીટીંગ છે. બપોરે ઘરે જમવા માટે નહિ આવું.