લેખક : - મનીષ ચુડાસમા “સ્નેહનું પવિત્ર ઝરણું” દુનિયામાં અમુક વ્યક્તિ પોતાને મહાન માનતી હોય છે. એટલી હદે મહાન કે, ‘હું જ કંઈક છું. હું જે કરું તે બધું બરાબર જ હોય. મારી જેવું કોઈ કરી જ ન શકે. મારી જેટલું હોશિયાર આ દુનિયામાં બીજું કોઈ છે જ નહિ.’ આવા લોકો જાતે કરીને પોતાનાં પગ પર કુહાડી મારતા હોય છે અને કેટકેટલીય ઠોકર વાગવા છતાં પણ, હું પણું કદી નથી મૂકતાં હોતાં. ૩ વર્ષ પહેલાની આ ઘટનાનો હું સાક્ષી છું. મારા કુટુંબી સુરેશદાદાની સાળી વર્ષાબહેનની દીકરી ભાવિનીને જોવા માટે મહેમાન આવવાનાં હતાં. વર્ષાબહેનને