પરાગિની – ૨૯ રિની રડતા રડતા જતી હોય છે કે પરાગ તેનો હાથ પકડી તેને પોતાની તરફ ખેંચી ગળે લગાવી દે છે. રિની પરાગને મજબૂતાઈથી પકડીને રડી પડે છે. પરાગ રિનીના માથે હાથ ફેરવી તેને સોરી કહે છે અને તેને શાંત પણ કરે છે.રિની- હવે આવું ફરી ક્યારેય ના કરતા...પરાગ રિનીને તેની સામે એકદમ નજીક ઊભી રાખે છે અને તેના હાથ રિનીના ગાલ પર મૂકી કહે છે, હું તને ક્યારેય દુ:ખી નહીં કરું.. હંમેશા તને ખુશ રાખીશ... પ્રોમિસ...!રિની હજી રડ્યા જ કરતી હોય છે. પરાગ રિનીના આસું લૂછતા કહે છે, પ્લીઝ રિની રડીશ નહીં... હું તને આમ નથી જોઈ શકતો...આટલી દુ:ખી... આટલું કહી પરાગ