આગે ભી જાને ના તુ - 12

  • 4k
  • 1.5k

પ્રકરણ - ૧૨/બાર ગતાંકમાં વાંચ્યું..... ખીમજી પટેલ પાસેથી આઝમગઢ, તરાના અને અર્જુનસિંહની વાત સાંભળ્યા પછી રતન અને રાજીવ આગળ શું બન્યું એ સાંભળવા આતુર હતા પણ ખીમજી પટેલે વાત અધવચ્ચે જ છોડી દેતા બંને કમને ઘરે પાછા ફરે છે.... હવે આગળ.... રતન અને રાજીવ ભરબપોરે અસહ્ય તડકામાં ગલીઓમાંથી પસાર થતા ઘરે પહોંચે છે. ખીમજી પટેલે બંનેને સાંજે આવવાનું કહ્યું હોવાથી બંને ક્યારે સાંજ પડે ને ક્યારે ખીમજી પટેલ પાસે જઈ આગળની કહાણી અને રહસ્ય બાબત કઈ જાણવા મળે તો સારુંની ચર્ચા કરતા જમીને રાજીવના ઓરડામાં બેઠા હતા. એસી ચાલુ હોવાથી વાતાવરણમાં તો ઠંડક પ્રસરી ગઈ પણ બંનેના મનમાં ઉકળાટ પ્રસરેલો