“કરન... એ ભાગી ગયો. સોરી.” ઈવએ પોતાના ઘવાયેલા હાથને લૂછતાં કહ્યું. “કોઈ વાંધો નથી આ બંનેને કસ્ટડીમાં લઇ લો. અને તેમના આ બીજા સાથીઓને જેલમાં નાખી દો.” ક્યુરેટરના નીચલા વર્ગના ઓફિસરને બોલાવીને જેકએ કહ્યું. “મારે તમારા બધા સાથે ખાસ વાત કરવી છે.” કિમએ કહ્યું. “મારા ઘરે જઈએ. ત્યાં બેસીને વાત કરીએ. અને આ જીત પર પાર્ટી પણ બને જ છે.” સેમએ ખુશ થતા કહ્યું. “બહુ સારો વિચાર છે. પણ આજે બહુ થાકી ગયા છીએ. કાલે રાખીએ.” ઈવએ પોતાના ઘવાયેલા હાથ તરફ જોતા કહ્યું. “ઓકે.. કાલે જ રાખીએ. મારી પાસે એક સરપ્રાઈઝ છે તમારા બધા માટે..” જેકને કંઇક યાદ આવતા તેણે