વુલ્ફ ડાયરીઝ - 14

(33)
  • 3k
  • 2
  • 1.6k

શ્લોક અને સેમ મેઈન હોલમાં સોફા પર જ બેસીને કામ કરી રહ્યા હતા. “આપણે મારા રૂમમાં જઈને કામ કરીએ? મને અહી ફાવતું નથી.” સેમએ કહ્યું. શ્લોકએ ખાલી માથું હલાવ્યું. “તું જા, હું કોફી લઈને આવું.” કહીને સેમ રસોડામાં ગઈ. શ્લોક સેમના રૂમમાં બધે નજર નાખી રહ્યો હતો. આખા રૂમમાં બધે જ ઢીંગલા, ટેડી, લાઈટ લાગેલા હતા. એવું લાગતું હતું જાણે આ કોઈ નાના બાળકનો રૂમ હોય. દીવાલ પર નાના નાના સાઈઝના ઘણા બધા ફોટોગ્રાફ્સ લગાવેલા હતા. જેમાં સેમ, જેક, ઈવ, કિમ બધાના ફોટો હતા. અમુક અજાણ્યાં લોકોના પણ હતા. તે એમના મિત્રો હશે તેવું શ્લોકએ અનુમાન લગાવ્યું.