વુલ્ફ ડાયરીઝ - 13

(34)
  • 2.9k
  • 2
  • 1.6k

“આટલું બધુ પણ શું વિચારે છે?” શ્લોકની બાજુમાં આવીને બેસતા કિમએ કહ્યું. “કંઈ નહીં.” શ્લોક અચાનક કિમના આવવાથી પાછો વિચારોના ભૂતકાળમાંથી વર્તમાનમાં આવ્યો. બાકી બધા પણ ત્યાં સુધીમાં પાછા આવ્યા. બધા જમ્યા અને પોતપોતાના ઘર તરફ પાછા ફર્યા. ઘરે આવીને શ્લોક ધાબા પર તારા જોઈ રહ્યો હતો અચાનક જ તેનું ધ્યાન નીચે પડ્યું. નીચે બગીચામાં ઘાસ પર બેઠી બેઠી સેમ પણ તારા જોઈ રહી હતી. તે બંનેની નજર મળતા સેમ ઘરમાં જતી રહી. શ્લોક પણ પછી રૂમમાં આવીને સુઈ ગયો. બીજા દિવસ બધા જ કયુરેટરના હેડક્વાર્ટર પર પહોંચ્યા. “હેલ્લો હીરોઝ. હું સુમેર છું. તમારો કમાન્ડિગ ઓફિસર તમારું અહીં સ્વાગત છે.