બીજા દિવસ સવારે પણ શ્લોક, સિયા ઉઠે તે પહેલા જ હોસ્પિટલ જવા નીકળી ગયો. અને રાતે પણ મોડો જ આવ્યો. આમને આમ તે સિયાને ત્રણ-ચાર દિવસ સુધી મળ્યો જ નહી. સિયા ટ્રેઈનીંગમાં પણ બહુ ઉદાસ રહેતી હતી. તેનું કોઈ કામમાં ધ્યાન નહોતુ. બીજી તરફ શ્લોકની પણ એવી જ હાલત હતી. તે જાણી જોઇને પોતાને કામમાં વ્યસ્ત રાખતો હતો. જેથી તે બધું ભૂલી શકે. અને સિયા પણ જીવનમાં આગળ વધી જાય. “શું થયું મારી ગુડીયાને? કેમ આમ ઉદાસ બેઠી છે?” નાનીએ સિયાને શાંત બેઠેલી જોઇને કહ્યું. “નાની કેટલા દિવસ થઇ ગયા. શ્લોક મને મળ્યો જ નથી. મને ખબર છે તે કામમાં