કેફિએસ્ટા ઝિંદગી - 1

  • 2.9k
  • 802

મુંબઈ... હા આમચી મુંબઈ.. સપના દેખાડતી દુનિયા. માત્ર 2 થી 3 કલાક નિદ્રાધીન થતું હશે આ શહેર. જેટલી ઉંચી અહીંની ઇમારતો એટલા જ ખુશમિજાજ લોકો. સામાન્ય રીતે મુંબઈ માટે કહેવાય છે અહીં નોકરી અને રોટી મળવી જેટલી સહેલી છે એટલો ઓટલો મળવો નહીં અને વાત કેટલેક અંશે સાચી પણ છે. આવા ભાગતા, પોતાની જ ધૂનમાં દોડતા શહેરમાં કંઈક બનવાના સપના સાથે પલાશી એ કામ શરૂ કર્યું હતું. ફઈ ને ત્યાં રહી ફેશન ડિઝાઇનર સાથે કામ કરતી પલાશીને મુંબઈ ની આબોહવા સદી ગઈ હતી. રોજ સવારે 8 વાગે અંધેરીથી સાંતક્રુઝ ની લોકલ પકડતી. એના માટે લોકલમાં મુસાફરી કરવી એક રોમાંચ હતો. રોજ નવા