સંબંધ (Part -8)

(23)
  • 2.6k
  • 4
  • 1.2k

વનિતાએ કહેલી વાતથી કવિતા જરા ઉદાસ રહેવા લાગી હતી. ઘણી મક્કમ અને વ્યસ્ત રહેવાં છતાં પણ એણે બોલેલી વાતો મનમાં ઘૂંટાયા જ કરતી રહેતી હતી. ન ઈચ્છવા છતાં મનનાં કોઈક ખૂણે વર્ષાએ વનિતાને પોતાની જીંદગીની અમુક અંગત વાતો જે કરી હતી એનું દુ:ખ સતાવ્યે રાખતું હતું. એણે વર્ષાને પોતાની એકદમ જ સાચી સહેલી માનીને બધી વાત કરી હતી, જેનો હવે તેને ખૂબ જ પસ્તાવો થઈ રહ્યો હતો.વનિતા એટલી ચાલાક હતી કે કવિતાને કોઈની વાત સાંભળવામાં રસ ન હતો છતાં એનાં કાને વાત સંભળાવીને જ રહી. કવિતાને હવે ચેન પડતું ન હતું. પોતાની જાતને કોસ્યા કરતી હતી. વનિતા બધે જ એની