“આ ને તો બહુ જ તાવ છે.” શ્લોકના કપાળ પર હાથ મુકતા સિયાએ કહ્યું. “શ્લોક... શ્લોક...” શ્લોકને ઉઠાડતા સિયાએ કહ્યું. “હા.” આંખો મચેડી ઉભા થતા શ્લોકએ કહ્યું. શ્લોકનો અવાજ બહુ જ ધીમે નીકળી રહ્યો હતો. તે માંડ માંડ બેઠો થયો. “શ્લોક તને બહુ જ તાવ છે. ચાલ જલ્દી નીચે. ઠંડી લાગી જશે.” શ્લોક સિયા સાથે નીચે રૂમમાં આવ્યો. “આ લે દવા.” સિયાએ તેને દવા પીવડાવી. “સિયા મારે મારા રૂમમાં જવું છે. હું સવારે મળું તને.” કહીને શ્લોક પોતાના રૂમ તરફ જતો રહ્યો. “કામના લીધે તાવ આવી ગયો હશે. કેટલી ભાગદોડ કરતો હોય છે હોસ્પિટલમાં..” સિયા તેને જતા જોઈ રહી. “રોમી..”